[[$googlead]]
સુરતથી દુબઈ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફલાઈટ અમદાવાદમાં અચાનક ડાયવર્ટ કરવામાં આવી છે. મધદરિયે પહોંચ્યા બાદ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી ઉદ્ભવી હતી, જેના કારણે તાત્કાલિક ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. 9.45 કલાકે સુરતથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ટેક ઓફ થઈ હતી. આ ફ્લાઈટમાં 150થી વધુ મુસાફરો સવાર હતા.

મુસાફરો 2 કલાકથી વધુ સમય માટે અમદાવાદ એરપોર્ટ પર અટવાયા

ટેક્નિકલ ખામી સર્જાવવાના કારણે ફલાઈટને દુબઈના બદલે અમદાવાદમાં લેન્ડ કરાવવામાં આવી હતી. જેના કારણે મુસાફરો 2 કલાકથી વધુ સમય માટે અમદાવાદ એરપોર્ટ પર અટવાયા હતા. જો કે ત્યારબાદ એરલાઈન્સ દ્વારા અન્ય ફલાઈટ મગાવવામાં આવી અને મુસાફરોને તેમાં બોર્ડ કરવામાં આવ્યા હતા. ટેક્નિકલ ખામી યુક્ત ફલાઈટને હાલમાં ગ્રાઉન્ડ કરવામાં આવી છે. 
  • Follow us on: