સુરતના હીરા ઉદ્યોગ માટે સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. લેબગ્રોન ડાયમંડની આંતરરાષ્ટ્રીય બજારમાં માગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વધતી માગને કારણે સુરતમાંથી લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે હીરા ઉદ્યોગને નવી દિશા મળી રહી છે. મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનામાં સુરતમાંથી લેબગ્રોન ડાયમંડનો કુલ એક્સપોર્ટ 1,033 કરોડ રૂપિયા રહ્યો છે.


[[$googlead]]

સિલ્વર જ્વેલરીની નિકાસમાં 133 ટકાનો વધારો

જ્યારે ગત વર્ષના ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો 972 કરોડ રૂપિયા હતો. એટલે કે આ વર્ષે લગભગ 6.27 ટકા જેટલો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં લેબગ્રોન ડાયમંડની વધતી લોકપ્રિયતા અને તેની તુલનાત્મક ઓછી કિંમતને કારણે વેપારીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ સિલ્વર જ્વેલરીના એક્સપોર્ટમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. સિલ્વર જ્વેલરીના નિકાસમાં 133 ટકા જેટલો મોટો વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.

[[$alsoread]]

  • Follow us on: