સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. શહેરના ન્યૂ ડિંડોલી વિસ્તારમાં અંદાજે 500 મીટર લાંબો રોડ અચાનક જમીનમાં ધસી જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. વહેલી સવારે એક ડમ્પર રોડ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે રોડનો ભાગ ધસી પડતા ડમ્પર પણ જમીનમાં ફસાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં મનપાના અધિકારીઓ અને તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.


[[$googlead]]

રોડના બાંધકામ અને જાળવણીમાં બેદરકારી 

ડમ્પરને બહાર કાઢવા માટે JCB મશીનની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વરસાદ શરૂ થાય તે પહેલાં જ રોડ બેસી જતાં મનપાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રોડના બાંધકામ અને જાળવણીમાં બેદરકારી રાખવામાં આવી હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. હવે વરસાદી મોસમ પહેલાં જ રોડ ધસી પડતાં પ્રિ-મોન્સૂન તૈયારીઓ કેટલી અસરકારક રહી તે અંગે ચર્ચા શરૂ થઈ છે.


[[$alsoread]]
  • Follow us on: