સુરતના રાજ ટેક્સટાઈલ માર્કેટમાં 13 દિવસ પહેલા ભયાનક આગ લાગી હતી. ત્યારે આગની આ ઘટનાના 13 દિવસ બાદ આજથી ટેક્સટાઈલ માર્કેટ ફરી શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં તંત્ર દ્વારા A અને C વિંગ શરૂ કરવાની મંજૂરી આપી છે પણ જે વિંગમાં આગ લાગી હતી તે B વિંગ હજુ પણ બંધ હાલતમાં છે. જો કે A અને c વીંગ શરૂ થતા વેપારીઓએ ભગવાનની પૂજા અર્ચના કરીને ધંધાની શરૂઆત કરી દીધી છે.


[[$googlead]]

13 દિવસ માર્કેટ બંધ રહેતા વેપારીઓને લાખોનું નુકસાન

ઉલ્લેખનીય છે કે છેલ્લા 13 દિવસથી માર્કેટ બંધ રહ્યું હોવાને લઈ પ્રતિદિન પ્રત્યેક વેપારીને 2 લાખથી લઈને 5 લાખ સુધીનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે વેપારીએ પ્રભુને પ્રાર્થના કરી કે ફરી આવી દુર્ઘટના ન બને, દુર્ઘટના બાદ A અને C વીંગના વેપારીઓએ આજથી પોતાના ધંધાની શરૂઆત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ એટલી બેકાબૂ બની હતી કે 7 કલાક પસાર થવા છતાં પણ આગ કાબુમાં આવી નહતી. બિલ્ડિંગના 9માં માળે દુકાનોમાં આગ લાગી હતી.


[[$alsoread]]

  • Follow us on: