સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેન આવતાં જ લાંબા સમયથી રાહ જોઈ રહેલા મુસાફરોમાં અચાનક દોડધામ મચી ગઈ હતી. છેલ્લા 24 કલાકથી ટિકિટ અને ટ્રેનમાં ચડવા માટે કતારમાં ઉભેલા મુસાફરો સહનશક્તિ ગુમાવી બેઠા હતા અને ટ્રેન દેખાતાં જ પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલા બેરીકેટ્સ કૂદી આગળ વધવા લાગ્યા હતા.


[[$googlead]]

પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો

પરિસ્થિતિ થોડા સમય માટે કાબૂ બહાર જતી જણાતા સ્થળ પર હાજર RPF અને પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં વધુ ગભરાટ ફેલાયો હતો. જો કે, બાદમાં પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવી હતી. ટ્રેનોની અછત અને વધતી ભીડને કારણે મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી હતી. ખાસ કરીને તહેવારની સિઝનને કારણે મુસાફરોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. રેલવે તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.


[[$alsoread]]

  • Follow us on: