સુરતમાં વધુ એક વખત ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એક્સટર્નલ પરીક્ષાને લઈ ABVPએ વિરોધ નોંધાવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ પરીક્ષા બંધ કરી દેવામાં આવી છે. એક મહિના પહેલા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી અને આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા આજે ABVPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવા ન માગતી હોવાનો આરોપ ABVPએ મૂક્યો છે.
અગાઉ કચ્છમાં પણ ABVPએ વિરોધ નોંધાવ્યો હતો
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા પણ કચ્છ યુનિવર્સિટીમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરીક્ષાને લગતા વિવિધ મુદ્દાઓને લઈને ABVPના વિદ્યાર્થીઓ રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન રજીસ્ટ્રાર પોતાની ચેમ્બરમાં હાજર નહીં હોતા તેમની તેમની ખુરશી ઉપર રજીસ્ટ્રાર ખોવાયા છે અને શોધી આપનાર યોગ્ય ઈમાન આપવામાં આવશે તેવા પોસ્ટર લગાવી વિરોધ પ્રગટ કર્યો હતો. સહજાનંદ ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું પરીક્ષાનું ફોર્મ જનરેટ નથી થવાના કારણે તે પરીક્ષા નહીં આપી શકે જે અંગે યુનિવર્સિટીના સત્તાધીશોને રજુઆત કરી હતી.









