સુરતમાં PCB અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે. પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો.


[[$googlead]]

બોગસ સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જઈ ચૂક્યા છે

આરોપી પ્રતિક શાહ સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે. પોલીસ તપાસમાં આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટીકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. તે એક સ્ટીકર બનાવવાના 15,000 લેતો હતો. આ બોગસ સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જઈ ચૂક્યા છે. પોલીસ હાલમાં આ લોકો કોણ છે તેની તપાસ કરી રહી છે. આ કેસમાં 6 એજન્ટોને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની તપાસ મુજબ આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં તેને 7 દિવસનો સમય લાગતો હતો. આ બોગસ સ્ટીકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો. પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલી એક બિલ્ડિંગના ફ્લેટમાં દરોડો પાડી પ્રતિકની ધરપકડ કરી છે, જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય 6 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 

[[$alsoread]]

  • Follow us on: