સુરત શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોનો વોર્ડ ભરાયો હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બાળકોના વોર્ડમાં એક બેડ પર 2 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.


[[$googlead]]

નવી સિવિલ હોસ્પિટલમાં OPDમાં 50 ટકાનો વધારો

તમને જણાવી દઈએ કે વાયરલ ડેન્ગ્યુના બાળ દર્દી 25% વધ્યા છે તો OPDમાં 50%નો વધારો થયો છે. શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. એક બેડ પર બે દર્દીઓ દાખલ થતા અને વીડિયો સામે આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીની ચૂક પણ સામે આવી છે. દરરોજ બાળકોના 280થી 300 OPD નોંધાઈ રહ્યા છે. જેમાંથી 50થી 80 બાળકોને એડમિટ કરવામાં આવે છે.

[[$alsoread]]


  • Follow us on: