સુરત શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લાગે નહીં તેના ડરથી લોકોએ જુના મીટર બચાવવા માટે લોખંડની જાળી મારી દીધી છે. રાત્રિ દરમિયાન સ્માર્ટ મીટર તંત્ર દ્વારા લગાવવામાં આવે તેવો ડર સ્થાનિકો છે અને તેને લઈને તમામ લોકોએ લોખંડ જાળી મીટર ઉપર લગાવી દીધી છે. આમ, લોકો લોખંડની જાળી મારી મીટર બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મોંઘવારીમાં સ્માર્ટ મીટરનો માર સહન નહીં થાયઃ સ્થાનિક
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કૈલાશ ચોકડી ગીતાનગર 3માં મીટર બચાવો અભિયાનની શરુઆત થઈ છે. આ સોસાયટીમાં સ્માર્ટ મીટર DGVCL લગાડી ના જાય તે માટે લોકોએ અનેરો પ્રયાસ કર્યો છે અને મીટર પર લોખંડની જાળી મારી દીધી છે. મોંઘવારીમાં સ્માર્ટ મીટરનો માર સહન નહીં થાય તેવું સ્થાનિક કહી રહ્યા છે અને ગીતાનગરના લોકોએ એકત્ર થઈને સ્માર્ટ મીટરનો વિરોધ વ્યક્ત કર્યો છે.









