સુરતમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના બમરોલી વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. ઉમા ઈન્ડસ્ટ્રીમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ઉમા ઈન્ડસ્ટ્રીમાં અચાનકજ આગ લાગતા આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને આ અંગે જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જો કે આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાન હાનિ થઈ નહીં.


[[$googlead]]

સુરતમાં સગા ભાઈ સાથે રૂ. 5 કરોડની ઠગાઈ

સુરતના વરાછા વિસ્તારમાં સગા ભાઈ સાથે રૂપિયા 5 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે. ભાઈએ ઈટાલીયા હોસ્પિટલનું સંચાલન સોંપ્યું તેમાંથી અન્ય ભાઈએ રૂપિયાની ઉચાપત કરીને ઠગાઈ આચરી છે. પૈસાની ઉચાપત કરીને ભાઈએ ક્રિકેટનો સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગમાં રૂપિયા લગાવ્યા હતા. ભોગ બનનાર ભાઈએ તેના સગા ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે યોગેશ ઈટાલિયાને પકડ્યો છે અને આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[[$alsoread]]

  • Follow us on: