સુરતમાં રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. શહેરના ગોડાદરાથી દેવધ રોડ પર પાણી ભરાયા છે. 500 મીટર સુધી રસ્તો વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે અને પાણી ભરાયેલા રોડ પર ચાલવા માટે લોકો મજબૂર બન્યા છે. ત્યારે આ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પાણી ભરાવવાના કારણે વાહનચાલકો પણ વ્હીકલો પાણીમાં ચલાવવા માટે મજબૂર બન્યા છે.


[[$googlead]]

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રવિવારે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અડાજણ, પાલ, રાંદેર, જહાંગીરપુરા અને વરીયાવ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી સમગ્ર સુરતમાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળ્યો હતો, ત્યારબાદ વરસાદની ગેરહાજરી રહેતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું. જેથી સુરતીઓને ગરમીમાં અસહ્ય બફારાનો અનુભવ થયો હતો. પરંતુ એકાએક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

[[$alsoread]]


  • Follow us on: