દિવાળી નજીક આવતા જ ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી જતું હોય છે. કારણ કે તહેવારની સિઝનમાં મીઠાઈ વિક્રેતાઓ અને અન્ય ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ અલગ અલગ વાનગીઓ બનાવવામાં ભેળસેળ કરતા હોય છે અને તેની અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડે છે. ત્યારે મહેસાણામાં પણ ફૂડ વિભાગે એક્ટિવ થયો છે અને દિવાળી પહેલા જ મહેસાણા નજીકથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.


[[$googlead]]

ઘીના નમૂના લઈ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયા

તમને જણાવી દઈએ કે મહેસાણાના ફૂડ વિભાગે 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. ફૂડ વિભાગને બાતમી મળી હતી અને તેના આધારે દરોડા પાડીને ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે. હાલમાં ફૂડ વિભાગ દ્વારા ઘીના નમૂના લઈ પૃથક્કરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ રાજ્યમાં અનેક ફૂડ વિક્રેતાઓની દુકાનો પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને નકલી તથા શંકાસ્પદ વસ્તુઓને સીઝ કરવામાં આવી રહી છે.

[[$alsoread]]

  • Follow us on: