પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 77માં પ્રજાસતાક દિવસની ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે, દરેક જિલ્લામાં 77માં પ્રજાસતાક પર્વ નિમિત્તે ધ્વજ વંદન સહિતના કાર્યકમો યોજાઈ રહ્યા છે તો દેશને આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદરમાં 77માં પ્રજાસતાક દિવસ નિમિત્તે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા ઘૂઘવાતા સમૃદ્રમાં કડકડતી ઠંડી વચ્ચે ધ્વજવંદન કરી અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.
શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવવામાં આવે છે
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી મધદરિયે ધ્વજ વંદન કરી 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે. મધદરિયે ધ્વજવંદન કરવાનો હેતુ યુવાનોને સમુદ્રનો ભય દૂર થાય તેનો છે. પોરબંદરમાં આજે 100થી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા. દેશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને ગમે તેવા સાહસવીરો હોય તેને વધુ પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે પરંપરાગત રીતે શ્રી રામ સ્વિમિંગ કલબ દ્વારા 25 વર્ષથી સમુદ્રમાં ધ્વજ લહેરાવે છે. પોરબંદરમાં આજે 77માં પ્રજાસતાક દિવસે ભારે ઠંડી અને વહેલી સવારે સમુદ્રના પાણીમાં યુવકો અને યુવતીઓ જીવ હથેળીમાં લઈ મધ દરિયે રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની લાગણી દર્શાવે છે.









