તાપી જિલ્લામાં એક ખાનગી ટ્યુશન સંચાલક સામે થયેલી ગંભીર ફરિયાદ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડ તાલુકામાં ટ્યુશન ચલાવતા અસ્વદ હૈદર શેખ નામના યુવક પર અયોગ્ય વર્તનના આક્ષેપો થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમની હકીકતો સ્પષ્ટ થઈ શકે. રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દળે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી.


[[$googlead]]

હાજર લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી

આ કાર્યવાહીની માહિતી મળતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. હાજર લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી અને પોલીસ ટીમ પર ફૂલોની વર્ષા કરી હતી. સાથે જ વાલોડ પોલીસ અને તાપી પોલીસના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદા સામે કોઈ પણ વ્યક્તિ મોટી નથી અને આવા પ્રકરણોમાં દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આરોપી સામે લાગેલા આક્ષેપોની વિગતવાર તપાસ ચાલી રહી છે. સંબંધિત પીડિતોને ન્યાય મળે અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રતિબદ્ધ હોવાનું અધિકારીઓએ ઉમેર્યું હતું.


[[$alsoread]]

  • Follow us on: