બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની કાતિલ ઠંડી જામી છે. માઉન્ટ આબુમાં વહેલી સવારે જાણે તાપમાન માઈનસ ડિગ્રીઓમાં પહોંચી ગયું હોય તેમ વાહનો સહિત બાગ બગીચાઓમાં બરફની ચાદર છવાઈ છે તો આ ગુલાબી ઠંડીની મજા માણવા ગુજરાતી પ્રવાસીઓનો પણ માઉન્ટ આબુમાં જમાવડો જામ્યો છે.


[[$googlead]]

માઉન્ટ આબુમાં મીની કાશ્મીરનો અહેસાસ

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં ઠુંઠવાયું છે. શિયાળાની કાતિલ ઠંડીનો અહેસાસ માઉન્ટ આબુમાં થઈ રહ્યો છે, વહેલી સવારે જાણે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસમાં પહોંચ્યો હોય તેમ માઉન્ટ આબુના પાર્કિંગમાં પડેલા વાહનો તેમજ બાગ બગીચામાં બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ત્યારે આ ગુલાબી ઠંડી નો અહેસાસ માણવા ગુજરાતી પ્રવાસીઓએ પણ માઉન્ટ આબુમાં ધામા નાખ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે અને માઉન્ટ આબુમાં કુદરતના પ્રકોપ વચ્ચે સર્જાયેલી ગુલાબી ઠંડીની મજા માણી માઉન્ટ આબુમાં મીની કાશ્મીરનો અહેસાસ કરી રહ્યા છે.

[[$alsoread]]

  • Follow us on: