થરાદ, વાવ, સુઈગામ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પૂર જેવો માહોલ થયો હતો. ત્યારે થરાદ તાલુકાના મલુપુર ગામમાં પણ 35થી વધારે પરિવારોના ઘરમાં પાણી ઘુસ્યા હતા અને ખાટલાઓને દીવાલ પર ઊંચા મૂકવા લોકો મજબુર બન્યા છે, તેમજ ફ્રીઝ દોરડા વડે ઊંચું બાંધીને મુકી દીધું હતું. ઘરવખરી નાશ થવા પામી હતી તેમજ મલુપુરના ખેતરોમાં ભારે પાણી આવવાના કારણે ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો હતો, તેમજ સંગ્રહેલો માલ પણ નાશ થવા પામ્યો હતો અને લાખોનું નુકસાન થયું હતું.


[[$googlead]]

સરપંચ દ્વારા 35થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયું

ત્યારે મલુપુર ગામના સરપંચ મેવાભાઈ રબારીએ તાત્કાલિક મલુપુર ગામમાં રહેતા 35 થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની કામગીરી કરી હતી અને તેઓએ તેમના ઘરોમાંથી સ્થળાંતર કરી અને સુરક્ષિત જગ્યાએ તેમને રાખવામાં આવ્યા હતા તેમજ તેમને જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને તમામ સગવડો પૂરી પાડી હતી ત્યારે મેવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે મલુપુર ગામમાં ઘણું નુકસાન થયું છે. ગામમાં પૂર પીડિત મહિલાએ જણાવ્યું હતું કે જો મોડીરાત્રે સરપંચ મેવાભાઈ રબારી સ્થળાંતર કરવા ના આવ્યા હોત તો કદાચ અમારું જીવનું જોખમ પણ થયું હોત, પરંતુ સરપંચે અમને રાત્રી દરમિયાન સ્થળાંતર કરી અને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા હતા, આથી મલુપુર ગામમાં મેવાભાઈ રબારી દ્વારા તમામ લોકો સુરક્ષિત જગ્યાએ ખસેડીને લોકોને ન્યાય મળે તેવા કાર્યો કરી રહ્યા છે.


[[$alsoread]]

  • Follow us on: