ગુજરાત ATSએ ધરપકડ કરાયેલા આતંકીને 12 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ATSએ નવસારીના ચારપુલમાંથી આતંકીની ધરપકડ કરી હતી. ઉ.પ્રદેશના ફૈઝાન શેખની ATSએ ધરપકડ કરી હતી. ATSએ ધરપકડ બાદ આતંકીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે ફૈઝાન શેખના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે ATSએ પકડેલા આતંકીને લઈ સૌથી મોટો ખુલાસો છે.
આતંકીએ 7 લોકોની યાદી બનાવી હતી
આતંકીએ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફૈઝાનનો ભાઈ UAEમાં હોવાનો મોટો ખુલાસો થયો છે. ફૈઝાનને હથિયાર કોણે આપ્યું તેની કોઈ માહિતી સામે આવી નથી. અજાણ્યા વ્યક્તિએ હથિયાર આપ્યાનું આતંકીનું રટણ છે. હથિયાર આપનાર વ્યક્તિને ઝડપવા ATS તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે ફૈઝાન શેખે સ્ટેટમેન્ટ ઈસ્લામ, પયગંબર વિરુદ્ધ નિવેદન આપનારા 7 લોકોની યાદી બનાવી હતી. આ 7 લોકોને મારવા માટે વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હતી. આ યાદીમાં અભિષેઠ ઠાકુર, દક્ષ ચૌધરી, યુધી રાણા, ગૌરવ રાજપૂત, ડૉ.પ્રકાશ, અક્કુ પંડિત અને વિક્રાંતનું નામ સામેલ હતું. ATSએ હાલમાં ફૈઝાનના ફોનની વિગતોની તપાસ શરૂ કરી છે.









