કેન્દ્રીય બજેટ 2026થી ગુજરાતને મોટો ફાયદો થશે. બજેટથી ગુજરાતના બંદરો, ઉદ્યોગોને વેગ મળવાની આશા છે તો MSME, કાપડ, રસાયણ ક્ષેત્રે પણ મોટો લાભ થવાની આશા છે. આ બજેટમાં થયેલી જાહેરાતથી ડેરી, પર્યટનને લાભ મળવાની આશા છે. આ સાથે જ રોજગાર, રોકાણ અને નિકાસને વેગ મળવાની અપેક્ષા છે તો બજેટમાં હાઇસ્પીડ રેલ કોરિડોરથી ગુજરાતને લાભ મળશે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનથી નવી તકો ઉભી થશે.
ધોળાવીરા સાઈટનો વિકાસ કરાશે
આ સાથે જ જામનગરમાં આયુર્વેદ મેડિકલ સેન્ટર બનાવવામાં આવશે અને WHOના કેન્દ્રને અપગ્રેડ કરવાની જાહેરાત પણ બજેટમાં કરાઈ છે. લોથલ, ધોળાવીરા સાઈટનો વિકાસ કરાશે. દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય પણ બનાવાશે. દાનકુનીથી સુરત વચ્ચે નવા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનાવાશે. સાથે જ કેમિકલ પાર્કની જાહેરાતથી સુરત, દહેજને લાભ મળશે. હઝીરા કેમિકલ હબ, સુરત ટેક્સટાઈલનો વિકાસ થશે અને રોકાણ, સપ્લાય ચેઈન અને નોકરીઓમાં વધારો થશે. બજેટમાં બંદરો માટે થયેલી જાહેરતથી કંડલા, મુન્દ્રા જેવા બંદરોથી માલ પરિવહનમાં ઝડપ આવશે.









