રાજ્યમાં કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે. ઘણા વિસ્તારમાં વરસાદ હવે કહેર સ્વરૂપે વરસી રહ્યો છે. ત્યારે ભાવનગરના તળાજામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદને પગલે ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદથી નદી-નાળાઓ પણ છલકાયા છે. શહેરમાં હાલમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
ભાવનગરના ઘોઘાના દરિયામાં સાયક્લોનિક અસર
ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના ઘોઘાના દરિયામાં સાયક્લોનિક અસર જોવ મળી રહી છે. ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કમોસમી વરસાદથી દરિયામાં વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. દરિયાકિનારે માછીમારોની બોટ લાંગરી દેવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.









