વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને શિનોર તાલુકામાં નર્મદા નદીના કાંઠે ન્હાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે જાહેરનામાની અમલવારી કરાઈ રહી છે. નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાની સંભવિત દુર્ઘટનાઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નિયમનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી
શિનોરપંથકના મુખ્ય નર્મદા ઘાટ જેવા કે માલસર, માંડવા, બરકાલ અને દિવેર (મઢી) ખાતે ન્હાવા કે પાણીમાં ઉતરવા પર મનાઈ છે. કલેક્ટરના જાહેરનામાના ચુસ્ત પાલન માટે આ તમામ ઘાટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર અથવા પ્રતિબંધિત જગ્યાએ ન્હાવા જનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે.









