વડોદરામાં ગોત્રી રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં ભારે પવનના કારણે વીજ ડીપી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં બાઈક પર જઈ રહેલા બે યુવકો પર વીજ ડીપી પડતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, બંને યુવકો ગોત્રી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ ભારે ઝોકાદાર પવન ફૂંકાતા રોડ સાઈડ પર લાગેલી વીજ ડીપી અચાનક તૂટી પડી હતી.


[[$googlead]]

ઈજાગ્રસ્ત યુવકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ડીપી સીધી જ બાઈક સવાર યુવકો પર પડતાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ રસ્તા પર પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વીજ વિભાગ અને પોલીસને પણ કરવામાં આવી હતી, ત્યારબાદ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ભારે પવનને કારણે ડીપી નબળી પડીને ધરાશાયી થઈ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાએ શહેરમાં વીજ સાધનોની જાળવણી અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

[[$alsoread]]

  • Follow us on: