સમગ્ર શહેરનું સંચાલન કરતી વડોદરા મહાનગરપાલિકા ખુદ પાણી માટે ટેન્કરના સહારે જોવા મળી રહી છે. પાણીના ટેન્કર મામલે મનપા કમિશનર અરુણ મહેશ બાબુએ ગોળ ગોળ જવાબ આપતા કહ્યું કે શહેરમાં પાણીની લાઈન જૂની અને ઓછી કેપેસીટીની છે અને ઓછી કેપેસીટીની પાણીની લાઈન છે જેને બદલવામાં આવશે. જુની લાઈનોની કેપેસીટી ઓછી હોવાથી સમસ્યા થઈ છે. શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી મળે તે માટે યોજના બનાવવામાં આવી રહી છે.


[[$googlead]]

કોર્પોરેશનના વિપક્ષ પૂર્વ નેતા અમી રાવતનું નિવેદન

બીજી તરફ આ મુદ્દે કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અમી રાવતે કહ્યું કે 260 કરોડ માત્ર પાણીના કામ માટે વપરાયા છે. 30 વર્ષથી પાલિકામાં ભાજપનું શાસન છે. દર વર્ષે આજ રીતે ખર્ચ થાય છે. વડોદરા શહેરમાં આજે ટેન્કર રાજ છે. પાલિકાએ જ ટેન્કર બોલાવવા પડે એનાથી મોટું દુઃખ શું? મહિલાઓને માટલા ફોટવા પડે, લોકોને દૂષિત પાણી મળે, ત્યારે નલ સે જલ યોજનામાં માત્ર ભાજપના શાસકો સુખી થયા છે.  

[[$alsoread]]

  • Follow us on: