થોડા દિવસો પહેલા વડોદરાના શિનોર-માલસર બ્રિજને જોડતા રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હતું. ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ શિનોર-માલસર બ્રિજના રોડ પર સમારકામ હાથ ધરાયું છે. અહેવાલ બાદ સીધી અસર જોવા મળી છે અને શિનોર-માલસર બ્રિજને જોડતા રોડના ખાડા પુરવાનું કામ તંત્રએ ચાલુ કરાવ્યું છે. બ્રિજ પર ઠેરઠેર ખાડા પડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી.
બ્રિજ પર પડેલા ખાડા પુરવા તંત્ર કામે લાગ્યું
રોડ ઉપર ખાડા રાજનું રિયાલિટી ચેકનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા માર્ગ મકાન વિભાગની ઉંઘ ઉડાવી તંત્ર દ્વારા રોડના ખાડા પુરવાનું કામ ચાલુ કરાવવામાં આવ્યું છે. બ્રિજ પર પડેલા ખાડા પુરવા તંત્ર કામે લાગ્યું છે. બીજી તરફ વડોદરાના ગોરવામાં દબાણો દૂર કરવાની કામગીરી કરાવવામાં આવી છે. મધુનગર ચાર રસ્તા પરથી 24 મીટરના રોડ પર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગોરવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્પોરેશને દબાણો દૂર કર્યા છે. 40 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. વાણિજ્ય હેતુના પ્લોટ પર વર્ષોથી દબાણો હતા. ત્યારે કોર્પોરેશનની દબાણ શાખા સહિતની વિવિધ વિભાગની ટીમોએ સાથે રહી કામગીરી કરી છે.









