વડોદરામાં એક તરફ પીવાના પાણીની સમસ્યાને લઈને નાગરિકો પરેશાન છે, ત્યારે બીજી તરફ પાણીના વેડફાટની ઘટના સામે આવી છે. શહેરના કોઠી ચાર રસ્તા નજીક પાણીની મુખ્ય લાઈનના વાલ્વમાં લીકેજ સર્જાતા પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. લીકેજના કારણે મોટી માત્રામાં પીવાનું પાણી રસ્તા પર વહી ગયું, જેના કારણે પાણીનો વ્યાપક બગાડ થયો છે.


[[$googlead]]

વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી

આ ઘટનાના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વહેતા પાણીના કારણે માર્ગ પર પાણી ભરાઈ જતાં અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. ઉપરાંત, નજીકમાં દુકાનો ધરાવતા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે પાણી દુકાનોની આસપાસ ફેલાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ તંત્ર સામે પાણીના બગાડ અંગે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક સમારકામની માગ કરી છે. પાણીની અછત વચ્ચે આવી ઘટનાઓ સામે આવતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.


[[$alsoread]]


  • Follow us on: