વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનમાં વિવાદાસ્પદ પોલીસ ઈન્સ્પેક્ટર જયેન્દ્ર ગોહિલની બદલી થતાં ઉજવણી કરવામાં આવી છે. સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ પીઆઈ જયેન્દ્ર ગોહિલની જિલ્લા પોલીસ વડાએ બદલીનો ઓર્ડર કરતા નગરજનોએ પોલીસ મથક સામે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી છે. PI જયેન્દ્ર ગોહિલ વિરુદ્ધ પરથમપુરા ગામના યુવકને મારવાના પ્રકરણમાં ગૃહ મંત્રી અને માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી.


[[$googlead]]

MLA કેતન ઈનામદારે ગૃહ મંત્રીને કરી હતી રજૂઆત

ત્યારબાદ સાવલીના ધનતેજ ગામના યુવકને દુમાડ ચોકડી પાસે કારના ઓવરટેક મુદ્દે રિવોલ્વર બતાવીને માર મારવાની મંજુસર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવના પગલે ધારાસભ્ય કેતન ઈનામદારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરીને ખાતાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેવામાં ગતરાત્રિના સમયે જિલ્લા પોલીસ વડા દ્વારા પીઆઈની વલણ પોલીસ મથકમાં બદલી અને પોલીસ મથક કાર્યરત ના થાય ત્યાં સુધી હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવવાનો હુકમ કરતા તાલુકાજનોએ ફટાકડા ફોડી ખુશી મનાવી છે.

[[$alsoread]]


  • Follow us on: