કલાનગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં બાળકોથી લઈને મોટેરાઓ સુધી સંસ્થાઓ, શાળાઓ અને મંડળ દ્વારા અનેક સ્પર્ધાઓ યોજાતી હોય છે. પરંતુ તમામ સ્પર્ધાથી કંઈક વધુ સુવિધાઓ સાથે સ્પર્ધા યોજવા સંદેશ દૈનિકની ટીમે મન બનાવી લીધું હતું. જેમાં સૌ પ્રથમ વખત શહેરના ગોત્રી વિસ્તારમાં બેન્જામિન વર્લ્ડ સ્કૂલ ખાતે ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા અને તેથી વધુ વય ધરાવતા યુવાનો અને સિનિયર સિટીઝનો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ સ્પર્ધકોને ગિફ્ટ વાઉચર ઉપરાંત સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા
જેમાં વડોદરા શહેરના તમામ વિસ્તારો ઉપરાંત હાલોલ અને આસપાસના નાના ટાઉનમાંથી પણ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આજની સંદેશ દૈનિક દ્વારા આયોજિત ડ્રોઈંગ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને મોટેરાઓને પ્રોત્સાહિત કરવા માટે સ્કાય બ્લુ સ્ટેશનરી અને વાસ્તુ હેલ્થ કેર પણ જોડાઈ હતી. જેમાં તમામ સ્પર્ધકોને વાસ્તુ હેલ્થ કેર કોમ્પ્લીમેન્ટરી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે સ્કાય બ્લુ તરફથી સ્ટેશનરી પ્રોવાઈડ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સ્પર્ધકોને ગિફ્ટ વાઉચર ઉપરાંત સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ત્યારે આજે ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ સંદેશ દૈનિકનો આભાર માન્યો હતો અને આવી વધુમાં વધુ સ્પર્ધાઓ યોજવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.









