વડોદરામાં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની છે. શહેરના પ્રતાપ નગર રોડ પર આવેલા હરિભક્તિ એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની છે. પોલિસ્ટર ફાઈબર બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગને પગલે 35થી 40 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો અને ઘટનાસ્થળે 3 ગાડીઓ આવી પહોંચી હતી પણ જેમાંથી બે ગાડીઓમાં પ્રેશર નહીં મળતા આગ ઉપર કંટ્રોલ મેળવવામાં મુશ્કેલી પડી હતી.


[[$googlead]]

ફાયરની ગાડીમાં પ્રેશર ન મળતા ઉઠ્યા સવાલ

ત્યારે ફાયરબ્રિગેડની કામગીરી સામે કંપની માલિકે સવાલો ઉઠાવ્યા હતા. કંપની માલિક દીપક નાથાણીએ કહ્યું કે જો બે ગાડી સમસસર પાણીનો મારો ચલાવી શકી હોત તો ઓછું નુકસાન સહન કરવાનો વારો આવતો, હાલમાં ફાયર બ્રિગેડની એક જ ગાડી દ્વારા કામગીરી ચલાવવામાં આવી છે. આમ, ફાયર બ્રિગેડની ગાડીઓ શોભાના ગાંઠિયા સમાન બની છે. જો કે હરિભક્તિ એસ્ટેટમાં આગની ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. 

[[$alsoread]]

  • Follow us on: