વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં મેઘરાજાની મહેર બાદ લોકોની હાલત કફોડી બની છે. વાઘોડિયાના જલારામ નગરી વિસ્તારમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી લોકોના મકાનોમાં ઘૂંટણસમા ભરાઈ જતાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આખી રાત પાણીમાં રહેવા મજબૂર બનેલા લોકો તંત્રની મદદની આશા રાખીને બેઠા છે. સંદેશ ન્યુઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ વાઘોડિયાના જલારામ નગરી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.


[[$googlead]]

વડોદરાના વાઘોડિયામાં વરસાદી પાણી ભરાયા

સોસાયટીના રસ્તાઓ તો પાણીમાં ગરકાવ થયા જ છે. પરંતુ પાણી ઘરોમાં પણ ઘૂસી ગયા છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોની ઘરવખરી અને ઈલેક્ટ્રિક સાધનોને ભારે નુકસાન થયું છે. ફ્રીજ, ટીવી, પંખા અને અન્ય ઉપકરણો પાણીમાં ડૂબી જતાં તેમને મોટા આર્થિક નુકસાનનો ભોગ બનવું પડ્યું છે. પાણી ભરાઈ જવાના કારણે રાતભર લોકો ખાટલા પર બેસી રહ્યા હતા. કારણ કે જમીન પર સૂવાની કોઈ જગ્યા બચી નહોતી. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે.

ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન

સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે આખી રાત જાગતા રહ્યા છીએ. પાણી ભરાઈ જવાના કારણે અમારો જીવ તાળવે ચોંટ્યો છે. તંત્રને અનેકવાર જાણ કરવા છતાં કોઈ મદદ મળી નથી. અમે હવે તંત્રની મદદની આશા રાખી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં લોકો તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે પાણીના નિકાલની વ્યવસ્થા ઝડપથી કરવામાં આવે અને નુકસાન થયેલી ઘરવખરી માટે વળતર આપવામાં આવે.

[[$alsoread]]


  • Follow us on: