વલસાડ જિલ્લામાં ગૌ હત્યાને લઈને મામલો ગરમાયો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ગૌ હત્યા કરતો એક કસાઈ ઝડપાયો અને એક ભાગી છૂટ્યો છે. ત્યારે ગૌ રક્ષા દળને ગૌ હત્યા થઈ રહી હોવાની બાતમી મળતા પોલીસ સાથે ગૌ રક્ષા દળ સ્થળ પર પહોંચ્યું હતું. જ્યાં નિર્દય રીતે ગૌ હત્યા થઈ રહી હતી, પોલીસ અને લોકોને જોઈ એક કસાઈ ત્યાંથી ભાગી છૂટ્યો એક ઝડપાયો હતો. આ ઘટના બાદ સરીગામ ખાતે લોકો ભેગા થઈ કડક સજાની માગ કરી છે.


[[$googlead]]

આ નિર્ણય સરાહનીય છેઃ ચૈતન્ય શંભુ મહારાજ

બેઠક યોજી સ્થાનિક પોલીસ અને ધારાસભ્યને જાણ કરી ગૌ હત્યા મામલે આરોપીઓને કડક સજાની માગ કરી છે. ત્યારે મુસ્લિમ સમાજે પણ આ ઘટનાને વખોડી અને જે આ કૃત્યમાં સંડોવાયેલ આરોપીઓ છે, તેને સમાજ મદદ નહીં કરે અને તેઓનો બહિષ્કાર કરવામાં આવશે. ગૌહત્યારાઓને લઈ ડાકોરમાં સંતોએ મોટું નિવેદન આપ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષે નિવેદન આપતા કહ્યું કે મુસ્લિમ સમાજના નિર્ણયને તમામ સાધુએ આવકાર્યો છે. સમગ્ર દેશમાં કસાઈઓનો બહિષ્કાર કરવા સંતોની માગ છે. વધુમાં ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે આ નિર્ણય સરાહનીય છે. દેશમાં ગાયને માતા તરીકે પૂજાય છે. 

[[$alsoread]]

  • Follow us on: