ગઈકાલે 14 જૂન સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે આજે વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ છવાયું છે અને ત્યારબાદ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.


[[$googlead]]

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો

બીજી તરફ નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદી વાદળો ઘેરાયા છે. ચીખલી અને વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વાંસદા અને ચીખલીમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણને પગલે લોકોને બફારાથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રાજ્યમાં ભારે પવન અને કેટલીક જગ્યાએ વીજળી પડવાના કારણે મોટું નુકસાન થયું છે. વીજળી પડવાના કારણે 7 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. 

[[$alsoread]]

  • Follow us on: