વલસાડ જિલ્લાના વાપીમાં સ્વદેશી મેળો રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ ઉદ્ઘાટન કરી ખુલ્લો મુક્યો છે. વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. મેળાનો મુખ્ય હેતુ દિવાળી પહેલા સ્થાનિક લોકોને તમામ વસ્તુઓ એક જ જગ્યા મળે તેમજ સ્થાનિક વેપારીઓને તેમના ઉત્પાદનો વેચવા માટે એક મંચ પૂરો મળે અને સ્વદેશી મેળામાં શોપિંગ, કલા, ફૂડ અને મનોરંજન જેવા વિવિધ આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને 'GST બચત ઉત્સવ'ના ભાગરૂપે આ મેળો સ્થાનિક ઉદ્યોગો અને હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવ્યો છે. આ મેળો સ્થાનિક ઉદ્યોગકારો અને નાગરિકોને સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારવા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.


[[$googlead]]

બરવાળામાં 'લોક કલ્યાણ મેળો' યોજાયો

બીજી તરફ બોટાદની બરવાળા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની થીમ હેઠળ પી.એમ. સ્વનિધિ 2.0 મેળાનું બરવાળા નગરપાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બરવાળા નગરપાલિકા પ્રમુખ જગદીશ ચાવડા, ઉપપ્રમુખ અમૃતાબેન ધોલેરીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ઈન્દુ ઝાલા અને અગ્રણી અલ્પેશભાઈ પનારા, નગરપાલિકાના સિનિયર કલાર્ક નિલેશભાઈ વસાણી તથા પી.એમ.સ્વનિધિ યોજનાના કુલ 100થી વધારે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી આ યોજનાના કુલ 1166 લાભાર્થીઓની લોન બેન્ક મારફતે મંજૂર કરવામાં આવી છે અને બરવાળા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફેરિયાઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધુ કરવા સમયસર લોનની ભરપાઈ કરી બેન્ક સાથે ક્રેડિટ વધારવી તથા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

[[$alsoread]]

  • Follow us on: