વાપી મહાનગરપાલિકાએ 300થી વધુ ગોડાઉનને નોટિસ આપતા વિવાદ ઉભો થયો છે. સ્ક્રેપ ગોડાઉન ચલાવવા જીપીસીબી અને ફાયર એન.ઓ.સી જરૂરી છે અને આ ડોક્યુમેન્ટ વગર ચાલતા ગોડાઉનો પર ડીમોલિશનની તલવાર લટકી રહી છે. વારંવાર આ વિસ્તારમાં આગ લાગવાના બનાવ બનતા હોવાને લઈને મનપાની કાર્યવાહી સામે આવી છે. ત્યારે ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે નિયમોનું પાલન કરનારા ગોડાઉનને પરવાનગી આપવામાં આવે છે.


[[$googlead]]

મનપા દ્વારા આપવામાં આવેલી નોટિસનો વિરોધ

બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા કોઈપણ ગાઈડલાઈન વગર નોટિસ આપી મનમાની કરી રહી છે. ઘણા ગોડાઉન સંચાલકોએ જીપીસીબી અને ફાયર એન.ઓ.સી માટે એપ્લિકેશન આપી હોવા છતાં મહાનગરપાલિકા મંજૂરી નથી આપતી અને સંચાલકો મંજૂરી લેવા જાય છે તો આ મંજૂરીની જરૂર ન હોય તેવું જણાવવામાં આવે છે. મનપાની બેવડી નીતિ સામે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે અને મનપા દ્વારા આપવામાં આવેલી નોટિસનો વિરોધ કર્યો છે. યોગ્ય માર્ગદર્શન આપવા માટે પાલિકાને રજુઆત કરી છે, આગામી દિવસમાં યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં પણ આવી છે.

[[$alsoread]]


  • Follow us on: