ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે તોફાની માહોલ દરિયામાં જોવા મળી રહ્યો છે. પોર્ટ કચેરી દ્વારા 3 હાલમાં બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ ગીરસોમનાથના વેરાવળમાં વરસાદ વરસ્યો હતો. વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભેટાડી, કોડીદ્રા, લુંભા, રામપરા ગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં ખેલૈયાઓ ચિંતામાં
બીજી તરફ આજે સાતમા નોરતે અમદાવાદ શહેરમાં નવરાત્રિ પર વરસાદી આફત જોવા મળી છે. સાતમા નોરતે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં સાંજે પણ રાત્રિ જેવો અંધકાર છવાયો છે. પશ્ચિમના પણ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, પાલડી, એલિસબ્રિજ, નવા વાડજ, આંબાવાડી, લાલ દરવાજા, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર, સરસપુર, નરોડા, નિકોલમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદથી ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.









