આજે સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનો બીજો દિવસ છે. ત્યારે વાયબ્રન્ટ સમિટને લઈ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જાણકારી આપતા કહ્યું કે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર કચ્છ વાઈબ્રન્ટ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર કચ્છનું વિઝન દર્શાવ્યું છે. ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન બનાવવાનું છે, રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના રોડમેપને દર્શાવ્યો છે. બે દિવસની સમિટમાં રાજ્યભરમાંથી અને અન્ય સ્થળેથી નિષ્ણાતો આવ્યા છે.
સૌરાષ્ટ્ર કચ્છ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સથી અનેકગણી મોટી તક અને ફાયદો થવાનો: જીતુ વાઘાણી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં યોજવામાં આવે રહેલા આ આયોજનથી રોજગારી અને વિકાસના નવા માર્ગ ખુલશે. સૌરાષ્ટ્ર કચ્છ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સથી અનેકગણી મોટી તક અને ફાયદો થવાનો છે. સાથે જ રોજગારી અને ઉદ્યોગ માટે નવા દ્વાર ખુલશે. હાલમાં બી ટુ બી ચર્ચાઓ પણ યોજાઈ રહી છે. નવા MOU અને અન્ય કરારો રોજગારી અને ઉદ્યોગ માટે જરૂરી છે. રાજકોટની ટ્રાફિકની સમસ્યા અંગે પણ જરૂરી કાર્યવાહી થશે, આ સાથે જ કૃષિ વિભાગ પણ આગળ વધી રહ્યો છે.









