વિજાપુર-હિંમતનગર સ્ટેટ હાઈવે 55 રોડ પર સાબરમતી નદી ઉપરનો બ્રિજ જૂનો અને જોખમભર્યો જાહેર કરવામાં આવ્યો છે. બ્રિજની હાલની સ્થિતિને ધ્યાને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વાહનોના અવરજવર માટે તાત્કાલિક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વિજાપુર-દેરોલ-હિંમતનગર રૂટ પર ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.


[[$googlead]]

મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ત્યારે હવે ભારે વાહન ચલાકો માટે વિજાપુર → મહુડી ચોકડી → ઉંઝા → પ્રાંતિજ → હિંમતનગર રૂટ વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય જાહેરનામા રૂપે આજથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગઈકાલે મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ વિશે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાયદાની કલમ 33(1)(B) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અવગણના કરનારની વિરૂદ્ધ IPCની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાની નકલ લાગુ વિસ્તારની હદમાં જાહેર સ્થળે ચોંટાડવાનો અને લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી આ નિયમ લાગુ રહેશે.

[[$alsoread]]

  • Follow us on: