રાજ્યમાં હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અને કડી-વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. તમામ નેતાઓ અને પાર્ટીઓ પોતાની રાજકીય પાર્ટીને અને ઉમેદવારને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ઢેબર ગામે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે. ગામના આગેવાનો, સરપંચ, પૂર્વ સરપંચ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી છે. વિસાવદર પેટાચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ હર્ષ સંઘવીએ વિસાવદરની પણ મુલાકાત લીધી છે.


[[$googlead]]

વિસાવદર ચૂંટણીને લઈ ભરત બોઘરાની પ્રતિક્રિયા

બીજી તરફ વિસાવદર ચૂંટણીને લઈને ભરત બોઘરાએ પણ પ્રતિક્રિયા આપી છે. ભરત બોઘરાએ કહ્યું કે વિસાવદરની જનતા ભાજપના વિકાસના કાર્યોને પસંદ કરશે, સોશિયલ મીડિયામાં માહોલ બનાવી પ્રચાર કરનારા લોકોને વિસાવદરની જનતા જવાબ આપશે. જેનું ગ્રાઉન્ડ જ નથી જેના કાર્યકર્તા જ નથી તેઓ પ્રજાને ગુમરાહ કરવાની વાત કરે છે. મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે અને આપ પાર્ટી તો ક્યાંય ચિત્રમાં જ નથી. રસ્તા અને પાણી સાથે વીજળીના કામો ભાજપે કર્યા છે અને પ્રજાને ખબર છે કે વિકાસ એકમાત્ર પાર્ટી જ કરવાની છે અને કરે છે. 

[[$alsoread]]

  • Follow us on: