જૂનાગઢમાં હાઈવે પર ટ્રાફિક નિયમોનો ભંગ કરી રીલ બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. પરિતા પરમાર નામની મહિલાએ વ્યસ્ત હાઈવે વચ્ચે કાર ઉભી રાખીને વીડિયો બનાવ્યો હતો. ટ્રાફિકની અવરજવર ચાલુ હોવા છતાં રસ્તાની વચ્ચે ઊભી રહી રીલ બનાવવાનો આ જોખમી ખેલ કેમેરામાં કેદ થયો છે.


[[$googlead]]

વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે મહિલાએ પોતાની કાર રોડ વચ્ચે જ પાર્ક કરી દીધી હતી, જેના કારણે અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલાક વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડી હતી, જેનાથી અકસ્માતનો ભય પણ ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લાલચમાં જીવનને જોખમમાં મૂકવાની આ ઘટના પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું

ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે અને સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા માટે આવા જોખમી સ્ટંટ ન કરે અને પોતાનું તથા અન્યનું જીવન જોખમમાં ન મૂકે.

[[$alsoread]]


  • Follow us on: