RMCને NGTએ 22.5 કરોડનો દંડ ફટકાર્યો હોવાની વાત સામે આવી છે જેમાં પર્યાવરણને ગંભીર નુકસાન થયું હોવાથી દંડ ફટકાર્યો છે,નકરાવાડી વિસ્તારમાં કચરાના પહાડ ખડક્યા હોવાથી આ દંડ કર્યો હોવાની વાત સામે આવી છે,કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા દંડ થયો છે તો લોકોને ગંદકી માટે દંડ ફટકારતી મનપાને જ ખુદ દંડ કરાયો છે અને 10 જૂન સુધીમાં કોર્પોરેશને અપીલ કરવા તાકીદ કરી છે,પર્યાવરણને નુકસાન બદલ NGTએ નોટિસ પણ આપી છે.


[[$googlead]]

એબેલોન ક્લીન એનર્જીને 2020માં કામ આપ્યું હતું

રાજકોટ મહાનગરપાલિકા એકતરફ બે છેડા ભેગા કરવાના બહાને લોકો પર કચરાનો નિકાલ કરવા તગડો ટેક્સ નાખી રહી છે ત્યારે બીજીબાજુ નાકરાવાડી ખાતે કચરાનો નિકાલ ન થતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે રૂ.22.50 કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટથી 20 કિ.મી. દૂર નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ખાતે વર્ષોથી કચરાના ઢગલા ખડકાયેલા છે અને તેના નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એબેલોન ક્લીન એનર્જીને 2020માં કામ આપ્યું હતું. 

[[$alsoread]]

  • Follow us on: