રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ કોઇ કાર્યવાહી નહીં થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,એટલાન્ટિસ બિલ્ડિંગમાં મોટી આગ લાગી હતી અને તે આગમાં 3 લોકોના મોત પણ થયા હતા,ઘટનાને 15 દિવસથી વધુ દિવસ વીતી ગયા તેમ છત્તા પોલીસ ચોપડે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ઘટનામાં મોટા માથાઓને બચાવવાના પ્રયાસના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.


[[$googlead]]

ફાયર સિસ્ટમ પણ કાર્યરત નથી

રાજકોટ એટલાન્ટિસ બિલ્ડિંગ આગ કેસમાં મોટી માહિતી સામે આવી છે જેમાં બિલ્ડરને બચાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે,જેમાં માહિતી સામે આવી છે કે,બિલ્ડિંગની BU પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ થયો છે,મનપા TP વિભાગે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે તો આજે સમગ્ર તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાશે અને બિલ્ડિંગમાં 10 વર્ષથી ફાયર એનઓસી નથી સાથે સાથે બિલ્ડિંગમાં લગાવેલ ફાયર સિસ્ટમ કાર્યરત નથી.

[[$alsoread]]

બિલ્ડિંગના રીપોર્ટમાં થયો ખુલાસો

આ સમગ્ર કેસમાં બિલ્ડરને બચાવવા માટેના ધમપછાડા કરવામાં આવી રહ્યાં છે, બિલ્ડીંગમાં રહેતા હોય તેની જવાબદારી નિર્દેશ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.એટલાન્ટિસ બિલ્ડીંગ BU પરમિશન અને પ્લાન પાસ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે,તો રાજકોટ મનપા TP વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી મનપા કમિશનરને સોંપવામાં આવ્યો છે,જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે એનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કંડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે.આગ એટલી વિકરાળ હતી કે એના કારણે ફ્લોર પર રહેલા બન્ને ફ્લેટના મુખ્ય દરવાજા બળીને ખાક થઇ ગયા હતા અને ફ્લેટના અંદરના ભાગે થોડું નુકસાન થયું હતું. જોકે સદનસીબે આ ફ્લેટમાં અંદર કોઈ નહોતું, જેથી મોટી જાનહાનિ થતાં અટકી હતી.

  • Follow us on: