નોઈડામાં આઈસ્ક્રીમમાંથી કાનખજૂરો નીકળ્યો હતો. નોઈડામાં ગ્રાહકે ઓનલાઈન આઈસ્ક્રીમ મંગાવી હતી. આઈસ્ક્રીમનો ડબ્બો ખોલતાં જ કાનખજૂરો દેખાતા ગ્રાહક ચોકી ઉઠ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે ગ્રાહક દ્વારા ફરિયાદ નોંધવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આઈસ્ક્રીમના ઉત્પાદક અને સપ્લાયર સામે ફરિયાદ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમની બેચના અન્ય સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આઈસ્ક્રીમમાંથી કાનખજૂરો નીકળતા ગ્રાહકે આઈસ્ક્રીમનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.


[[$googlead]]
  • Follow us on: