NDA સંસદીય દળની શુક્રવારે સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠક મળી હતી. જેમાં રાજનાથ સિંહે સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગઠબંધનના ઘટક પક્ષોના નેતાઓએ આ માટે તેમની સંમતિ આપી હતી. બેઠક પૂરી થયા બાદ નરેન્દ્ર મોદી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. 9 જૂને તેઓ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.


[[$googlead]]

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ અમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ભારત વિશ્વબંધુ તરીકે ઓળખાઇ રહ્યું છે અને વિશ્વ અનેક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. છેલ્લી બે ટર્મમાં દેશ જે ગતિએ આગળ વધ્યો છે, તેમાં સમાજના દરેક ક્ષેત્રમાં પરિવર્તન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.સાથે જ વધુમાં તેમણે જણાવ્યું કે, 25 કરોડ લોકો માટે ગરીબીમાંથી બહાર આવવું ગર્વની વાત છે. ભારતે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક સ્તરે જે ઈમેજ બનાવી છે તેનો મહત્તમ લાભ હવે મળવાની શરૂઆત થઈ રહી છે. મને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષ ભારત માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. સપનાને સાકાર કરવામાં આ એક સીમાચિહ્નરૂપ છે. અમે ત્રીજી ટર્મમાં લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું. 

[[$alsoread]]

  • Follow us on: