આજે 9 જૂનના રોજ મોદી સરકારની શપથવિધિનો કાર્યક્રમ છે. આ શપથવિધિ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 8 હજાર જેટલા આમંત્રિકો માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે, આ શપથવિધિમાં 7 જેટલા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ હાજરી આપવાના છે. ત્યારે આજે જ્યારે મોદી સરકારની શપથવિધિનો કાર્યક્રમ યોજાવા જય રહ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદીની શપથવિધિ પહેલાં દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
મોદી સરકારના શપથવિધિ કાર્યક્રમ પહેલા દિલ્હીમાં 9 અને 10 જૂનના રોજ નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ડ્રોન, પેરાગ્લાઇડર્સ, હોટ એર બલૂન ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે, દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. શપથવિધિ સમારોહને લઇ ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ ભવન અને કર્તવ્ય પથની આસપાસ ઉચ્ચ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ મહેમાનો ઉતારો હોય તે હોટલની આસપાસ પણ કડક સુરક્ષા રાખવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે, જમીનથી આકાશ સુધી દરેક ગતિવિધિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ દિલ્હીમાં આવતા લોકો અને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.









