આજે દેશમાં જમ્મૂ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપે હરિયાણામાં ફરી એક વખથ જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે બીજી તરફ નેશનલ કોન્ફરન્સ પણ જમ્મુ કાશ્મીરમાં આગળ રહી છે. ત્યારે આ દરમિયાન નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ મોટી જાહેરાત કરતા કહ્યું કે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા જ જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન બનશે.


[[$googlead]]

અમે લોકોની અપેક્ષાઓ પર સાચા ઉતરીશું અને તેમની સમસ્યાઓનું સમાધાન કરીશું: ફારૂક અબ્દુલ્લા

તમને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લાએ બે સીટો બડગામ અને ગાંદરબલ પરથી ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ બડગામથી ચૂંટણી જીત્યા છે અને ગાંદરબલ સીટ પર આગળ ચાલી રહ્યા હતા. ફારુક અબ્દુલ્લાએ કહ્યું "અમે આશા રાખીએ છીએ કે અમે લોકોની અપેક્ષાઓ પર સાચા ઉતરીશું અને તેમની સમસ્યાઓનું સમાધાન કરીશું. લોકોએ અમારી વાતને સાંભળી છે અને અમારા પર વિશ્વાસ કર્યો છે, તે તમામ લોકોનો હું આભારી છું. દબાણનો અંત તો લાવવો પડશે, અહીં જાહેર શાસન હોય પોલીસનું શાસન નહીં.

[[$alsoread]]

આપણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો વધારવાનો છે: ફારૂક અબ્દુલ્લા

વધુમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે "અમે નિર્દોષ લોકોને જેલમાંથી બહાર કાઢીશું, જે મીડિયાના લોકોને સત્ય બોલવા માટે જેલમાં નાખ્યા છે તેમને બહાર કાઢવાનું કામ કરવાનું છે, તમામ લોકોને એક જ વિનંતી છે કે આપણે નફરત વધારવાની નથી, પ્રેમ વધારવાનો છે" આપણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો વધારવાનો છે.


  • Follow us on: