સુરતમા વધુ એક વખત અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરના કામરેજના મોરથાણાથી સેવણી જતા માર્ગ પર મોરથાણા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રકનું ટાયર ફાટતા આગળ જઈ રહેલી કારને ટક્કર મારી અને ટ્રક અને કાર બંને ખાડામાં ખાબકી હતી. જેના કારણે કારમાં સવાર ચાર પૈકી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ચારેય યુવકો મોરથાણા ગામે ફાર્મ હાઉસમાં જમવા માટે જતા હતા, તે દરમિયાન અકસ્માતમાં ધવલ જયસુખ વડોદરિયા નામના યુવકનું મોત થયું છે.


[[$googlead]]

પાંડેસરામાં ટેમ્પો ચાલકે 5 લોકોને લીધા અડફેટે

સુરત શહેરમાં અકસ્માતની ભરમાર જાણે કે અટકવાનું નામ જ લઈ રહી નથી. શહેરના પાંડેસરા વિસ્તારમાં બોલેરો ચાલક બેફામ રીતે ગાડી ચલાવી રહ્યો હતો અને કિરણ બિલ્ડીંગ પાસે પાંચ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પો ચાલાક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે અન્ય ચાર ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

[[$alsoread]]

  • Follow us on: