સુરતમાં સ્કૂલ બેગના ધંધાની આડમાં અફીણનો વેપલો શરૂ થયો છે જેમા પોશ વિસ્તાર ભટારમાં ચાલતો હતો ગોરખ ધંધો તો દુકાનમાંથી 1 લાખની કિંમતનું 874 ગ્રામ અફીણ કબ્જે કરવામાં આવ્યું છે,આરોપી પ્રેમસિંગ MPથી અફીણનો જથ્થો લાવતો હતો અને સુરતમાં તેનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે.MPના નારાયણ પાટીદાર અફીણનો જથ્થો આપતો હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે.
ખટોદરા પોલીસના ડી સ્ટાફે બાતમીને આધારે રેડ કરી હતી
ભટારની દુકાનમાં રમકડાની આડમાં નશીલા પદાર્થ અફીણનું વેચાણ કરતા દુકાનદારને ખટોદરા પોલીસે પકડી પાડયો છે. દુકાનદાર પાસેથી 1 લાખનું અફીણ મળી આવ્યું છે. આ અફીણ તેને એમપીના નારાયણએ આપ્યું હતું. પોલીસે એમપીના ડ્રગ્સ માફીયાને વોન્ટેડ જાહેર કર્યો છે. ભટારમાં સંકલ્પ શોપિંગ સેન્ટરમાં કવિતા નામની રમકડાની દુકાનમાં ખટોદરા પોલીસના ડી સ્ટાફે બાતમીને આધારે રેડ કરી હતી.









