સાબરકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ સફાળે જાગી છે,સાબરકાંઠામાં ઓવરલોડ પેસેન્જર ભરેલા વાહન ડિટેઈન કરવામાં આવ્યા છે,સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ 22 વાહનો ડિટેઈન કરાયા છે,તો સંદેશ ન્યૂઝે ઓવરલોડ પેસેન્જરનો અહેવાલ રજૂ કર્યો હતો સાથે સાથે ખેડબ્રહ્મામાં ઈકો કારમાં 25થી વધુ પેસેન્જર બેસાડ્યા હતા જેને લઈ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે,પોલીસની કામગીરીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.


[[$googlead]]

ઈડર પાસે સર્જાયો હતો અકસ્માત

વડાલી પાસે ગુરુવારની રાત્રે ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર એક જીપ અકસ્માતમાં 37 મુસાફરોને ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફે શુક્રવારે વિશેષ ડ્રાઈવ હાથધરી હતી.સાબરકાંઠા રેંજ IGP, જિલ્લા પોલીસ વડા અને ઈડર DYSPની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. PI ડી.આર.પઢેરીયા અને તેમની ટીમે વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. MV એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ડિટેઈન કરાયેલા વાહનોમાં મોટાભાગે ઈકો ગાડીઓનો સમાવેશ થાય છે.

[[$alsoread]]

  • Follow us on: