પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાથી વધુ એક મહિલાનું મોત થયુ છે.ત્યારે હોસ્પિટલમાં કોલેરાના નવા 2 દર્દી સારવાર હેઠળ આવ્યા છે.આરોગ્ય અને પાલિકા વિભાગ દ્વારા કોલેરાને અંકુશમાં લેવાના પ્રયાસ કરાઈ રહ્યાં છે,ત્યારે કોટ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના સ્ટોલ તેમજ લારીઓ નગરપાલિકાએ બંધ કરવાનો આદેશ કર્યો છે.
દૂષિત પાણી બાદ કોલેરા વકર્યો
પાલનપુર શહેરમાં કોટ વિસ્તારમાં દૂષિત પાણી બાદ ઝાડા ઉલટીના વધેલા કેસોથી આરોગ્ય વિભાગની કામગીરી બાદ પાલિકા તંત્ર પણ હરકતમાં આવી સુપર ક્લોરીનેશન કામગીરી કરી રોગચાળાને નિયંત્રણમાં લાવી દીધું છે પરંતુ ચોંકાવનારી હકીકત રહી રહીને હવે એ સામે આવ્યું છે કે કોલેરા પાણી થી જ નહીં પરંતુ ખાણીપીણીના સ્ટોલથી વકર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.આરોગ્ય વિભાગના સર્વેમા 236 દર્દીઓને કોલેરાની અસર થઈ છે.આરોગ્ય વિભાગની 25 અને પાલિકાની 10 ટીમો કામે લાગી છે.
ટીમ કરી રહી છે ઘરોમાં જઈ ચેકિંગ
આરોગ્ય વિભાગની ટીમે જણાવ્યું કે 31 મેથી 10 જૂન સુધીમાં 234 કેસ નોંધાયા છે, અત્યાર સુધી 51 દર્દીઓને સારવાર આપવાની જરૂર પડી હતી જેમાંથી 45 ને રજા આપી દેવાઇ છે અને 6 હજુ પણ દાખલ છે. અત્યાર સુધી માત્ર બે જ કેસ કોલેરા પોઝિટિવના મળ્યા હતા. તેમ છતાં બેક્ટેરિયલ પરીક્ષણ માટે પાંચ સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.









