સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક નદી, નાળા, જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે. તેમજ શ્રદ્ધાળુઓએ આહલાદક વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.


[[$googlead]]

મેઘરાજાએ પાવાગઢ ડુંગર ઉપર બોલાવી ધડબડાટી

આજે પાવાગઢ ડુંગર ઉપર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે પાવાગઢ ડુંગરના પગથિયાં ઉપરથી નદીના વહેલની જેમ પાણી વહેતા થયા છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. પાવાગઢ ડુંગરના પગથિયાં પરથી પાણી વહેતા થતા લોકો સેલ્ફી લેવાની સાથે પગથિયામાં ચાલવાનો આનંદ માણ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર વાદળો વચ્ચો છૂપાયો હોય તેવુ ગાઢ ધૂમ્મસવાળું વાતાવરણ સર્જાયું છે. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ ડુંગરના આહલાદક દ્રશ્યો સર્જાયા છે.

[[$alsoread]]

રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી શરૂ

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મન મૂકી વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદ વરસતા અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન-પરેશાન થયા છે અને પાણીમાંથી પ્રસાર થવા મજબૂર બન્યા છે. 

  • Follow us on: