વિકાસની વાતો જોરજોરથી થાય છે અને એમાંય ગુજરાતમાં શિક્ષણ બાબતે જાણે ઘણો જ બધો વિકાસ થયાનું ઢોલ પીટી પીટીને કહેવાય છે પણ સાચા અર્થમાં સ્થિતિ કંઈક અલગ છે. એનો પુરાવો જોઈતો હોય તો પંચમહાલ જિલ્લામાં આવવું પડે. અહીં શાળાઓમાં શિક્ષણ અને શિક્ષણ મેળવવા માટેના માધ્યમ એટલે કે શાળાના મકાનો જે ક્યાંક જર્જરિત છે તો ક્યાંક મકાન જ નથી અને આવા કારણોસર શિક્ષણ મેળવવા ઇચ્છતા બાળકોનું ભણતર અધુરુ રહી જાય છે.


[[$googlead]]

 પ્રાથમિક શાળામાં 700 જેટલાં વિદ્યાર્થીઓ ભણે છે

ગોધરા શહેરથી માંડ 5 કિમિ દુર આવેલ દરૂનીયા ગામ જ્યા એક નાનકડી પ્રાથમિક શાળામાં 700 જેટલાં વિદ્યાર્થીઓ ભણે છે અને સંખ્યા વધારે હોવાથી શાળા બે પાળીમાં ચલાવવામાં આવી રહી છે જેથી બાળકોનો અભ્યાસનો સમય અડધો કરી દેવાયો છે અને એમાંય ઓછું હોય એમ ધોરણ એક થી આઠ સુધી ભણ્યા બાદ જયારે ધોરણ નવ અને દસ સુધી ભણવા માટે દુર ના જવા પડે એટલે હાઈસ્કૂલની મંજૂરી તો આપવામાં આવી પણ શાળાના નવમાં ધોરણ અને દસમા ધોરણને ગામની પ્રાથમિક શાળામાં જ વ્યવસ્થા કરવાની ફરજ પડી. કેમ કે માધ્યમિક શાળાનું મકાન બનાવવાનું હજુ કોઈ ઠેકાણું નથી. હાલ તો 700 બાળકો સાથે ચાલતી પ્રાથમિક શાળાના નાનકડા મકાનમાં માધ્યમિક શાળા ચલાવવાથી ખુબજ અગવડ પડવા લાગી, માધ્યમિક શાળામાં પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ અને રમત ગમતનું મેદાન જોઈએ એ પણ અહીંના વિદ્યાર્થીઓના નસીબમાં નથી.

[[$alsoread]]


  • Follow us on: