પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતી ખેલાડી ઝળકયો છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ બાબતે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ હરમીત દેસાઈને શુભેચ્છા પાઠવી છે. ટેબલ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં વિજય થતા હર્ષ સંઘવીએ કહ્યું કે, હરમીત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન પાઠવું છુ અને ટીમ ઇન્ડિયાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું.
હરમીત દેસાઈએ ગુજરાતને ગૌરવ અપાવ્યું
હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે અને પ્રથમ જીતની પાઠવી હાર્દિક શુભકામના આપી છે. ભારતની પહેલા દિવસે 2024ની ઓલમ્પિકમાં અદભુત જીત થઈ છે. તો હરમીત દેસાઈએ ગુજરાતને ગૌરવ અપાવ્યું તે આપણા સૌ ગુજરાતીઓ માટે ખુશીની વાત છે. હરમિત પહેલી રમતમાં વિજેતા થયો છે. આજે ફરી એક વાર તે રમત રમશે અને વિજયી થશે.
હરમીત દેસાઈનું મેચમાં સારુ પ્રદર્શન રહ્યું
હરમીત આ મેચમાં શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે શરૂઆતથી જ તેના વિરોધી અબો યમન પર દબાણ બનાવ્યું હતું. હરમીતે 30 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-7, 11-9, 11-5, 11-5થી જીત મેળવી હતી. આ મેચમાં હરમીતે પોતાના જોર્ડન વિરોધીને ટકી રહેવા દીધો ન હતો. હરમીત ત્રણ તૈયારી ટૂર્નામેન્ટમાં રમીને અને જર્મનીમાં વ્યક્તિગત તાલીમ લીધા પછી ઓલિમ્પિકમાં આવે છે.









